ભારતના ગ્લોબલ ઈન્વેસ્ટર્સમાં 47 ટકા વૃદ્ધિ બીજા અને ત્રીજા વર્ગના શહેરોમાંથી
ભારતના 145 કરતાં વધુ શહેરો અને મહાનગરોમાંથી હવે રોકાણકારો દેશની બહાર, વિશ્વ સ્તરે મૂડીરોકાણો કરી રહ્યા છે અને કુલરોકાણોમાંથી 47 ટકા હિસ્સો બીજા અને ત્રીજા વર્ગના શહેરોમાંથી થઈ રહ્યા હોવાનું છેક 15 ડિસેમ્બરના રોજ પ્રસિદ્ધ કરાયેલા એક અહેવાલમાં દર્શાવાયું છે.